શેમ્પુ પછી કન્ડિશનરનો ઉપયોગ કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન
કન્ડિશનર એ એક એવી પ્રોડક્ટ છે કે જેના વિષે આજે પણ આપણે થોડા ઘણા શંકાસ્પદ હોઈએ છીએ અને આજ ના સમય ની અંદર લગભગ બધા જ લોકો કન્ડિશનર નો ઉપયોગ કરતા જ હોઈ છે. પરંતુ તેમ છત્તા આજે આપણે તેના વિષે સરખી રીતે જાણીએ અને તેની આપણા હર કેર રૂટિન ની અંદર શું અગત્યતા છે તેના વિષે પણ જાણીએ.
કન્ડિશનર એ એક હેર પ્રોડક્ટ છે અને તે માત્ર તમારા વાળ ને સુંવાળા જ નથી બનાતુ પરંતુ તેને મેનેજેબલ પણ બનાવે છે. તે તમારા વાળ ની ઉપર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે અને તમારા વાળ એ તૂટવા થી બચાવે છે.
પરંતુ તેના માટે દરરોજ તમારા વાળ શેમ્પૂ કરવાનો વિચાર બરાબર નથી. તેનાથી વાળ શુષ્ક પડી શકે છે અને તૂટી શકે છે. માટે અઠવાડિયામાં બે કે ત્રણ વાર જ શેમ્પુ કરવું હિતાવહ છે.આટલી વાતની સાવધાની રાખવી તમારા વાળ ને સુંવાળા અને મેનેજેબલ બનાવવા માટે તેને કન્ડિશન કરવા ખુબ જ જરૂરી
પરંતુ, તેની અંદર પણ તેની સાથે અમુક રિસ્ક જોડાયેલ છે. જે કન્ડિશનર ની અંદર વધુ સિલિકોન હોય તેવા કન્ડિશનર નો ઉપયોગ કરવાથી તેની અસર તમારા વાળ પર ઉંધી થઇ શકે છે.તે હેર ડેમેજ કરી શકે છે, તેથી કંડિશનરમાં વધારે સિલિકોન ન હોય તે વાતની સાવચેતી રાખવી જરૂરી છે.
બીજી એક વાત નું ખાસ ધ્યાન એ રાખવું કે ક્યારેય પણ તમારા વાળના રૂટ એટલે કે મૂળ પર કન્ડિશનર નો ઉપયોગ કરવો નહીં. તે તમારા વાળ ના રૂટ ને ખરાબ કરી શકે છે અને તમને ઘણી બધી વાળ ને લગતી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. કંડીશનર હંમેશા વાળના મધ્ય થી શરૂ કરી અને અંત સુધી લગાવવું જોઈએ. પરંતુ તેને બે મિનિટ કરતા વધુ લગાવી રાખવું નહિ.
ઉપરાંત, જો તમે તમારા વાળમાં કલર કરાવ્યો છે, તો તમારે રંગીન વાળ માટે યોગ્ય કન્ડિશનરનો ઉપયોગ કરવાની જરૂર છે. રેગ્યુલર કંડીશનરનો ઉપયોગ કરશો નહીં. તમારા બ્યુટિશિયનને પૂછીને તેમની સલાહ મુજબ જ કંડીશનરનો ઉપયોગ કરવો. નહીંતર તે વાળને ખુબ નુકસાન કરી શકે છે.