શ્યામ રંગના લોકો પર આકર્ષક લાગે છે આ રંગો, સુંદર દેખાવા માટે આજે જ અપનાવો

શ્યામ રંગ ખરેખર ખુબ જ સુંદર લાગે છે. શ્યામ રંગના લોકોનું વ્યક્તિત્વ ખુબ આકર્ષક હોય છે. પરંતુ ઘણી વખત શ્યામ રંગના લોકો પોતાના કપડાના શેડ પસંદ કરતી વખતે ખુબ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે કે કયા રંગના કપડાં તેમના પર વધારે સારા લાગશે? તો આજે અમે લઈને આવ્યા છીએ એવા શેડ્સ અને કલરની માહિતી જે અગર શ્યામ રંગના લોકો પહેરે તો તેઓની સુંદરતા વધારે ખીલી ઉઠશે અને તમે એક દમ સ્ટાઇલિસ્ટ અને આકર્ષક પણ દેખાશો.

ગોલ્ડન કલર સાથે કોન્ટ્રાસ્ટ મેચિંગ
ગોલ્ડન કલર સાથે કોન્ટ્રાસ્ટ ખુબ આકર્ષક કોમ્બિનેશન બની જાય છે. જો તમે તમારા જીવનસાથી સાથે બહાર જવા અથવા ફેમિલી ફંક્શનમાં જવા માટે તૈયાર થાવ છો, તો આ કલર કોમ્બિનેશન આજમાવો. તમે એક દમ સુંદર લાગશો અને બધા તમારા વખાણ કરતા થાકશે નહિ.
લાલ કલર
જો તમને લાગે છે કે લાલ રંગ ફક્ત ગોરી ત્વચા પર જ સારી લાગે છે તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. લાલ રંગ ગોરા રંગ કરતા પણ શ્યામ રંગની ત્વચાવાળા લોકો પર વધારે સુંદર લાગે છે. તમે લાલ રંગનો સૂટ, ડ્રેસ, સ્કર્ટ અને ટોપ કંઈપણ પહેરી શકો છો. એમાં પણ લાલ રંગના ડ્રેસ સાથે અગર તમે ચટક લાલ રંગની લિપસ્ટિક કરશો તો તમારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગી જશે.
લીલો રંગ
લીલો રંગ કોઈ પણ રંગના વ્યક્તિ પર સુંદર લાગે છે.અગર કોઈ ફંક્શનમાં ગ્રીન કલર પહેરવામાં આવે તો તે ખુબ આકર્ષક અને સ્ટાઇલિસ્ટ લાગે છે. અગર તમે તમારા લૂક સાથે કંઈક નવું કરવા માંગતા હોય તો તમે ટીલ ગ્રીન કલર ટ્રાય કરી શકો છો.
હોટ પિન્ક
હોટ પિન્ક એક એવો કલર છે જે તમને એક દમ સુંદર બનાવે છે. આ કલર ખુબ બ્રાઇટ હોય છે જેના લીધે તે શ્યામ ત્વચા પર ખુબ સુંદર લાગે છે. તમે એક વાર આ રંગનો ડ્રેસ, સાડી, ટોપ કે સ્કર્ટ પહેરીને તો જોવો, પછી જોજો લોકો તમારી સુંદરતાના વખાણ કરતા નહિ થાકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Main Menu