જાણો ઉનના કપડાંની કાળજી રાખવાની બાબતો

શિયાળાની શરૂઆત પૂર્વ આપણે ઉનના કપડાં ને કેવી રીતે સાચવા જોઈએ. આ મોંઘવારીના સમયગાળામાં ગરમ કપડાંની ખરીદી દર વર્ષે કરવી શક્ય હોતી નથી. પરંતુ જે ગરમ કપડાં છે તેની કાળજી આપણે સારી રીતે કરી શકીયે છીએ.

જો તમારી પાસે રૂની રજાઈ છે તો તેને ૨-૩ કલાક તડકામાં મૂકી રાખવી તો તે ગરમાવો વધારે આપશે. માંકડને દૂર કરવા માટે નવી રજાઈ કે ઓશિકામાં થોડું કપૂર નાખવું.ગરમ કપડાં હોય .તો તેમાં જે વૂલમાર્ક હોય તેજ ડિટર્જન્ટ પાવડર વાપરવો જોઈએ જેનાથી આપણા કપડાં ને કોઈ નુકસાન ના થાય. ગરમ કપડાને કરચલી થઈ જાય તો સ્ટીમ બાથરૂમમાં રાખવું જોઈએ સ્ટીમ આયર્નનો ઉપયોગ ગરમ કપડાંને પ્રેસ કરવા કરવો .ગરમ કપડાં પહેરતા પહેલાં ડ્રાઈક્લીન કરવું જોઈએ. અને જો કપડાં ભીના કે ભેજવાળા હોય તો તેના પર પ્રેસ ન કરવું . આવું કરવાથી તેની ચમક ફીકી થઈ જાય છે. ગરમ કપડાને બ્લીચ ન કરવું જોઈએ નહિ આ કપડાને ઊંધા કરીને ધુઓ અને સૂકવો જોઈએ. ભેજવાળા વાતાવરમાં ગરમ કપડાં ના પહેરવા જોઈએ ઊનનાં ગુંથેલા સ્વેટર હાથથી ધોઈ શકો છો, પરંતુ તૈયાર ઊનનાં કપડાને ડ્રાઈક્લીન જ કરાવો.

જો ગરમ કપડાં પર ઘી, સોસ કે ગ્રીસનો ડાઘ પડી જાય તો તેને ચમચીથી કોતરોને કપડાને ડ્રાઈક્લીન ફ્લ્યુડમાં પલાળીને ધીમેધીમે ઘસવાથી ડાઘ જતો રહે છે .તમારા ગરમ કપડાં પર આલ્કોહોલ પડી જાય તો તેને તરત સાફ કપડાથી લૂછીને ગરમ પાણી અને સર્જિકલ સ્પ્રિટથી ધોવાથી તરત આલ્કોહોલ નીકળી જશે.

સૌજન્ય : સૈયર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Please wait...

Subscribe Now

To get Articles, News, Events Updates Directly to your email !
Main Menu