શિયાળાની સીઝનમાં ઘરે બનાવો ‘મેથી પાક’
ઠંડીની સીઝન શરૂ થઇ ગઈ છે. છેલ્લા કેટલાય દિવસથી ઠડીનો પારો નીચો જતો જોવા મળે છે. આવી સીઝનમાં અડદિયા, ખજૂર પાક, મેથી પાક, ગુંદરપાક, બદામપાક જેવા પાક આપણે વધુ ખાતા હોઈએ છીએ. આપણે બધાને ખબર જ હશે કે મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મેથી એક એવી વસ્તુ છે જે શરીરને રોગ મુક્ત કરે છે. મેથીનો પાક બનવાવામાં માટે જોવો આ રેસિપી.
જરૂરી સામગ્રી :
250 ગ્રામ ઘી
50 ગ્રામ ગુંદર
50 ગ્રામ ઘઉં નો લોટ
50 ગ્રામ બેસન
2 ચમચી અડદનો લોટ
100 ગ્રામ મેથીનો લોટ
350 ગ્રામ ગોળ
100 ગ્રામ નારિયેળનું છીણ
2 ચમચી બત્રીસું પાવડર
2 ચમચી સુંઠ પાવડર
2 ચમચી ગંઠોડા પાવડર
1/2 કપ ડ્રાય ફ્રૂટ
રેસિપી :
સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ તેમાં ગુંદર તળી લેવાનું પછી ગુંદરને એક પ્લેટમાં કાઢી નાખવાનું છે. પછી ગરમ ઘીમાં ઘઉંનો લોટ શેકવનો છે. સેકાઈ ગયા પછી તેમાં બેસન અને અડદનો લોટ મિક્સ કરવાનો છે.
એક પેનમાં ઘી ગરમ કરી ગોળ મિક્સ કરી તેમાં મેથીનો લોટ મિક્સ કરવાનો છે. પછી આમ બધીજ લોટનું મિશ્રણ મિક્સ કરવાનું છે. પછી તેમાં નારિયેળનું છીણ, વસાણું, ગંઠોડા પાવડર મિક્સ કરવાનો છે. બધું બરાબર મિક્સ થઇ જાય એટલે થાળીમાં ઘી લગાવિને મિશ્રણ પાથરવાનું છે. પછી તે ઠંડુ પડે એટલે તેમાં ડ્રાયફ્રુટ ઉપર નાખવાનું છે. તો તૈયાર છે સહેલાઇથી બને અને યાદ રહી જાય તેવો ‘મેથી પાક’.
ઇમેજ: ગુગલ