શિયાળા માં શરીરની માવજત કેવી રીતે કરશો ?

શિયાળોએ સૌથી શ્રેષ્ઠ મોસમ ગણાય છે. આ શિયાળાની ઋતુમાં સૌંદર્યતા ઓછી થતી જાય છે. શિયાળાની ઋતુને મન મૂકીને ત્યારે માણીશકાય જયારે આપડે તેની સાવચેતી રાખીએ. ઋતુઓનું પરિભ્રમણ આપણી ચામડી, શરીર અને કાર્યક્રમમાં ઘણો ફેરફાર લાવે છે. બદલાતી મોસમમાં ત્વચામાં ઘણું પરિવર્તન જોવા મળે છે. શિયાળામાં આપડી ત્વચા સામાન્ય ત્વચા,તૈલીય ત્વચા,શુષ્ક ત્વચા, હોઠનું ફાટવું, પગની ત્વચા, વાળમાં ખોડો, શિયાળામાં મેકઅપ શું કરવું જોઈએ.

સૌથી પહેલા સામાન્ય ત્વચા માટે મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ એ સૌથી વધારે મહત્વનું છે. નાહ્યા પહેલા તમારે કોપરેલ તેલને થોડું ગરમ કરવાનું તેમાં ચપટી હળદર ઉમેરીને તેની પેસ્ટ બનાવાવી જોઈએ. પેસ્ટને હાથપગ પર લગાવી શકાય છે. તેને પાંચ મિનિટ સુધી રાખીને પછી ગરમ પાણી વડે સાફ કરવાનું હોય છે.
જેને તૈલીય ત્વચા હોય છે. તેમને સૌથી પહેલા વધુ પડતી ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ નહિ. નહીતર ખીલ થવાની સંભાવના વધી જાય છે .

જેને શુષ્ક ત્વચા હોય તેમને હાથ પગની ત્વચા ફાટી જાય છે ક્યારેક તેમાંથી લોહી પણ નીકળે છે આવી ત્વચા હોય તેમને દિવસમાં કોલ્ડક્રીમ ત્રણથી ચાર વાર લગાડવી જોઈએ હોઠ જયારે ફાટી જાય છે. હોઠને વારંવાર થૂંક વડે ભીનું ન કરવા જોઈએ. દિવસમાં ત્રણથી ચાર વાર વેસેલીન લગાવવી જોઈએ . પગના તળિયા અને આંગળાની વચ્ચે ખૂબ બળતરા થાય. ત્યારે કોકમના તેલની માલિશ કરવી જોઈએ. દ મોજાં પહેરવા જોઈએ .

ખોડો માટે વાળમાં શેમ્પૂ કર્યા બાદ કંડીશનર અવશ્ય કરો. દહીં, કોફી અને લીંબુના રસનું મિશ્રણ બનાવી થોડીવાર સુધી વાળમાં લગાવાવું જોઈએ. પછી વાળને ધોઈ દેવાના

શિયાળામાં મેકઅપ કરવાથી મેકઅપ ડ્રાય થઈ જાય છે. આથી ફાઉન્ડેશન લગાવતાં પહેલાં ચહેરા પર કોલ્ડક્રીમ લગાવો. ત્યારબાદ ઓઈલ બેઝ ફાઉન્ડેશન લગાવી સ્પંજ વડે બરાબર ફેલાવવું જોઈએ પછી ફાઉન્ડેશન કોમ્પેક્ટ પાવડર લગાવો. ફરી સ્પંજની મદદથી ચહેરા પરનો પાવડર સરખો કરો. ત્યારબાદ બ્લશઓન, આઈ-મેકઅપ અને ચાંદલો કરો. હોેઠ પર પહેલાં કોલ્ડક્રીમ લગાવી પછી લીપસ્ટિક લગાવાવી જોઈએ .

શિયાળામાં ડાર્ક રંગના કપડાં પહેરવાંર જોઈએ. ઘાટો રંગ સૂર્ય રંગના કિરણોનું શોષણ કરી કત્વચાને વિટામીન ડી આપે છે. પુરુષો પણ આમાંની માફક આવેએ ટીપનો ઉપયોગ કરી શકે છે
સૌજન્ય : સૈયર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Please wait...

Subscribe Now

To get Articles, News, Events Updates Directly to your email !
Main Menu