તમને ખબર છે રોટલી વધી હોય તો તેનો ઉપયોગ કેટલા પ્રકારે થઇ શકે ?
અમે તમારા માટે એક ઉપયોગી વાનગી લઈને આવ્યા છીએ કે જેનાથી પવધેલી રોટલીનો તમે આસાની થી ઉપયોગ કરી શકો રાત્રે કરેલી રોટલી હંમેશા વધતીજ હોય છે . ગરમાગરમ રોટલીઓ ખાવાથી આપડે ટેવાયેલા હોઈએ છીએ તેથી તે નો ઉપયોગ આપણે કરતા નથી પણ હવે તમારે એવું કરવાની જરૂર નથી અમે તમારા માટે એવી ઘણી વાનગી લાવ્યા છીએ જે કહીને બધાને સ્વાદ રહી જશે
સૌથી પહેલા તો ચણાના લોટનું ખીરું બનાવી તેમાં ઝીણો સમારેલો ફૂદીનો, કોથમીર, આદું , મરચાં, લસણની પેસ્ટ, અજમો, લાલ મરચાંનો પાઉડર, ધાણા જીરું અને મીઠું નાખો. ખીરું જરા જાડું રાખવાનું અને પછી રોટલીને એક બાજુ આ ખીરું લગાડયા પછી પેનમાં તેલ નાખી આ રોટલી બન્ને બાજુથી શેકી લેવાની
બીજી રીત એ છે કે રોટલીના ઝીણા ઝીણા ટુકડા કરવાના તેમાં રાઈ હીંગ લીમડાનોનાખવાનો તે નાખ્યા પછી દહીં, મીઠું, આદું મરચા, લસણની પેસ્ટ, ધાણાજીરૂ નાખી રોટલીને હલાવાવું તે થઇ ગયા પછી તેમાં કોથમીર અને કોપરું ભભરાવાનું તો તૈયાર છે ‘વધારેલી રોટલી’ અને જો કોઈને આમ ડુંગળી પસંદ હોય તો તે નાખી શકે છે.
એક પેનમાં રોટલીના નાના ટુકડા તળી લેવાનાએ થી જાય પછી તેને એક પ્લેટમાં મૂકી તેના પર બાફેલા બટાટાનો છૂંદો, દહીં , ખજૂર કે આમલીની ચટણી, અથવા તો કોથમીરની ચટણી રેડો. ઝીણા સમારેલી કોથમીર તેમજ ડુંગળી અને લીલા મરચાંની સમારેલા નાખો .ચાટ મસાલો ભભરાવી બૂંદી કે સેવ સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગશે.
એક પેનમાં રાઈ, હિંગનો વઘાર કરી ડુંગળીને સાંતળવાની તેના પછી છૂંદો કરેલા બટાટા નાખવાના . ત્યાર પછી હળદર, લાલ મરચાંની ભૂકી, ખાંડ અને મીઠું નાખો. હવે ઝીણા ટુકડા કરીને રોટલી આ મસાલામાં ઝીણી સમારેલી કોથમીર નાખાવાની .
સૌજન્ય : સહિયર
pc: freepik