અમારી રસોઈ ચાખશો કે ? – ઇન્સ્ટન્ટ બટાકા પૌવા રેસિપી
આ રેસિપી બનાવવી બહું સરળ છે અને ટાઈમ પણ બહુ ઓછો લાગે છે
જરૂરી સામગ્રી :
પૌવા : ૧ કપ
ખાંડ : ૧ નાની ચમચી
મીઠું
લીંબુનો રસ -૧ નાની ચમચી
સીંગ-૧/૪ કપ
તેલ -૧ મોટી ચમચી
રાઈ-૧ નાની ચમચી
બટાકા -૧/૨ કપ
કઢી પત્તા-૧૨-૧૫
લીલું મરચું -૧-૨
ડુંગળી -૧/૨ કપ
હરદર-૧/૨ નાની ચમચી
કોથમી -૧ મોટી ચમચી
છીણેલું નારિયેળ
સેવ
રેસિપી :
સૌ પ્રથમ એક બાઉલમાં પૌવા લો . તેને હળવા હાથથી સરખા ધોઇ દેવા. પછી તેમાં મીઠું ,ખાંડ , લીંબુનો રસ ઉમેરીને ૫ મિનિટ માટે રહેવા દો. એક પેન માં સીંગ લેવી તેને ૩-૫ મિનિટ સુધી સેકાવા દેવું. સેકાઈ ગયા પછી તેને એક બાઉલ માં કાઢી દેવું. ત્યારબાદ એક પેનમાં તેલ લેવું .તેમાં રાઈ, બટાકા ઉમેરવા બટાકા ચડી ના જાય ત્યાં સુધી તેને હલાવવા પછી તેમાં કઢી પત્તા , લીલું મરચું, ડુંગળી, ખાંડ , બટાકા, બટાકા ચડી જાય અને ડુંગળી બ્રાઉન થઈ જાય. હવે હરદર નાખવી ૧ મિનિટ સુધી હલાવવી તેમાં પૌવા મિક્સ કરવા લીંબુનો રસ, મીઠું, સીંગ ,આ બધું નાખીને ૨-૩ મિનિટ સુધી હલાવવું પૌવા સુકાવા લાગે તો તેમાં થોડું પાણી છાંટવું ૨ મિનિટ સુધી ઢાંકી દેવું હવે તેમાં કોથમી, સેવ , છીણેલું નારિયેળ આ બધું નાખીને મિક્સ કરવું તો તૈયાર છે પૌવા .