શિયાળામાં કરો હેલ્થી પાલક – કોથમીર બટાકાનો સૂપ
શિયાળો શરૂ થઇ ગયો છે. શિયાળામાં સૂપ પીવાથી શરીરનું સ્વાથ્ય સારું રહે છે. શરીરમાં કોઈ રોગ થતા નથી. આજે અમે તમારા માટે હેલ્થી પાલક – કોથમીર બટાકાનો સૂપ લઈને આવ્યા છીએ જેને બનાવવો ખુબ સહેલો છે.
જરૂરી સામગ્રી:
૨ કપ પાણી
૨ મધ્યમ કદનાં બટાકા
૧ કપ બાફેલી પાલક ભાજી
૧/૪ કપ વાટેલી કોથમીર
૨ લીલી ડુંગળી
૧ ચમચો લીંબુનો રસ
મીઠું
૧/૨ ચમચી મરી
૧ ચમચો માખણ.
રેસિપી :
બટાકા બાફી લીધા પછી તેનો માવો બનાવી દો. પાલકની ભાજીને બાફી લો. તેના પછી લીલી કોથમીર , બટાકાં અને પાલકને પાણી નાખીને મિક્સ કરી દો . અને મિક્ચરમાં કર્સ કરી દો. હવે માખણને ગરમ કરીને તેમાં લીલી ડુંગળી ઝીણી સમારીને નાખો . આછો ગુલાબી રંગ થવા દેજો . આછો ગુલાબી રંગ થઇ જાય પછી તેમાં વાટેલા શાકભાજીનું મિશ્રણ નાખવાનું છે. અને પાંચ મિનિટ સુધી ઉકાળવાનું છે. હવે છેલ્લે મીઠું, મરી અને લીંબુનો રસ નાખીને હલાવી દેવાનું છે. તો તૈયાર છે. પાલક – કોથમીર અને બટાકાનો સૂપ.
pc:google